મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે નવી આરટીઓ કચેરી સામેથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે અચાનક કાવું મારવા જતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડની ડાબી બાજુમાં લોખંડની ગ્રીલ સાથે તેની કાર અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડી કાર પલટી મારી સર્વિસ રોડ ઉપર પડી હતી ત્યારે કારમાં બેઠેલ યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા અજીતભાઈ બીજલભાઇ સોલંકી (૩૬) હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નં. જીજે ૩ એચકે ૪૭૨૫ ના ચાલક ગિરીશભાઈ લાલજીભાઈ પરમાર રહે. મકનસર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાર ચાલક પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક કાવું મારતા પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની ડાબી બાજુએ આવેલ લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડીને કાર પલટી ખાઈને સર્વિસ રોડ ઉપર પડી હતી જેથી ઈજા પામેલ કાર ચાલક ગીરીશભાઈ લાલજીભાઈ પરમારને માથામાં ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપરથી ચાચાપર તરફ જવાના રસ્તા ઉપર સદગુરુ કોટન મીલ સામેના ભાગમાંથી સનાળા ગામે બાયપાસ પાસે આવેલ આનંદનગરમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (૩૬) પોતાનું બાઈક નં. જીજે ૩ કયું ૦૮૨૬ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ બી ૨૫૯૬ ના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને બંને પગમાં ઈજા થઈ હોવાથી હાલમાં તેણે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News