વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબી : પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેનને યુવતીની માતા-બહેને માર માર્યો


SHARE







મોરબીના પંચાસર ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેનને યુવતીની માતા-બહેને માર માર્યો 

મોરબીના પંચાસર ગામે રહેતી યુવતીના ભાઈએ પ્રેમ લગ્ન કર્યા છે જેથી પ્રેમલગ્ન કરનાર યુવતીની માતા અને બહેન દ્વારા યુવકની બહેનને ગાળો આપવામાં આવી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલી યુવતી દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની ભાભીની માતા અને બહેનની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતી મનિષાબેન પ્રવીણભાઈ પરમાર (ઉંમર ૨૧) નામની યુવતીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાંતાબેન દિનેશભાઈ મકવાણા અને દક્ષાબેન દિનેશભાઈ મકવાણા રહે. બંને પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના ભાઈએ કાંતાબેનની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા છે તે બાબતનો ખાર રાખીને ફરિયાદી મનિષાબેન છાણા વીણવા માટે જતા હતા ત્યારે આરોપીના ઘર પાસેથી નીકળતા બંનેએ તેને રોકીને ગાળો આપી હતી જેથી ગાળો આપવાની ના કહેતા કાંતાબેન અને તેની દીકરીએ લાકડાના ધોકા વડે જમણા પગે માર માર્યો હતો અને ગળાના ભાગે ઈજા કરી હતી જેથી ભોગ બનેલ મનીષાબેન પરમાર દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

છ બોટલ દારૂ
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ નજીક આવેલ દરબાર શેરી આંબલી ફળીયા પાસે વૃદ્ધને રોકીને એ ડિવિઝન પોલીસની ટીમે ચેક કરતા તે વૃદ્ધ પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૨૫૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને નરપતસિંહ અમરસંગ ઝાલા જાતે દરબાર (ઉંમર ૬૩) રહે. દરબાર શેરી આંબલી ફળિયુ મોરબી વાળાની ધરપકડ કરે છે.

ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતો કનો સેવજી રાઠવા (ઉમર ૨૦) નામનો યુવાન વાડીએ હતો ત્યારે જીરામાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. કણસાગરા ચલાવી રહ્યા છે.






Latest News