માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીએ ઝેરીએ દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













ટંકારાના નસીતપર ગામે વાડીએ ઝેરીએ દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગર ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા રમેશભાઈ ટપુભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પ્રેમસીંગ મુકામસીંગ ડોડવા (૩૫) એ કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નીવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના વાઘપરા શેરી નં-૯ માં બાઈકમાં પાછળના ભાગે બેસીને કસ્તુરીબેન શામજીભાઈ પરમાર (૫૦) પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે તેમના ઘર પાસે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ પાસે શ્રીપલ સીરામીકમાં રહીને મજૂરી કામ કરતા રામભાઈ દુર્ગાભાઇ વીસ (૪૫) સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક પાસે હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા ઇજાગ્રસ્ત રામભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રાતાભેર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મોરબીના રફાળેશ્વર ગામે રહેતા વિઠ્ઠલભાઈ માનસિંગ (૨૫) નામના યુવાનને ઈજા થઇ હોવાથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News