મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના દારૂના ગુનામાં રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ મેણુ જેલ હવાલે


SHARE







મોરબીના દારૂના ગુનામાં રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ મેણુ જેલ હવાલે

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે ગુનામાં રાજકોટના કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ ઉપર લીધો હતો જેના રિમાન્ડ પૂરા થતાં આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

રાજકોટના દિવાનપરા મેઇન રોડ ઉપર નીલકંઠ પાર્કની બાજુમાં ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતો રાજકોટનો કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમભાઇ મેણુ (૪૨)નો મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે ત્યારે દારૂની ૩૭૮૦ બોટલો જેની કિંમત ૧૫,૧૯,૩૨૦ તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૨૦,૧૯,૩૨૦ નો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં ફિરોજભાઇ હાસમભાઇ મેણુની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો જો કે, આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક દશામાના મંદિર પાસે માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા દેવાભાઈ બુઢાભાઈ ઘેરા જાતે સલાટ (ઉંમર ૪૪) ને ઈજા થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામે રહેતા બાબુભાઈ ધરમશીભાઈ સાણંજા (ઉંમર ૬૪) પોતાના ખેતરેથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં જેપુર ગામ નજીક કાર ચાલકે તેને હડફેટે લેતા બાબુભાઈને ઇજા થઈ હતી જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News