મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરની બારી બંધ કરી દેતા સમજાવવા ગયેલ મહિલાને કાકાજી સહિતનાઓએ માર માર્યો


SHARE







મોરબીમાં ઘરની બારી બંધ કરી દેતા સમજાવવા ગયેલ મહિલાને કાકાજી સહિતનાઓએ માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં ઘરની બારીને કાકાજીએ બંધ કરી દીધી હતી જેથી કરીને મહિલા તેને સમજાવવા માટે ગઈ હતી ત્યારે કાકાજી તેમજ તેના દીકરો દ્વારા મહિલાની સાથે માથાકૂટ કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રંજનબેન મુકેશભાઈ દેલવાડીયા (૨૯) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં રંજનબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુમાં મુકેશભાઈ દેલવાડીયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેના ઘરની બારીને તેના કાકાએ બંધ કરી દીધી હતી જેથી કરીને તેના પત્ની તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે મુકેશભાઇના કાકા તેમજ કાકાના દીકરો દ્વારા તેને મુંઢ માર મારવામાં આવ્યો હતો જેથી રંજનબેનને ઇજા થયેલ હોવાથી સારવારમાં લઈને આવેલ છે.

અકસ્માતમાં ઇજા
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામથી આગળ આવેલ ઉમા સંકુલ પાસેથી સોલડી ગામે રહેતા મનજીભાઈ ગોકળભાઈ પટેલ (૭૦) બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં મનજીભાઈને હાથે, પગે, મોઢે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ પાસે આવેલ નાસ્તા ગલી પાસેથી છકડા રિક્ષામાં જતો હતો ત્યારે તે રિક્ષામાં બેઠેલ જીગીબેન મહેશભાઈ દેવીપુજક (૨૭) રહે. પાડાપુલ નીચે મોરબી વાળા છકડો રિક્ષામાંથી કોઈ કારણોસર નીચે પડી ગયા હતા જેથી તેને માથામાં ઇજા થતાં પીન્ટુભાઇ કમાભાઈ દેવીપુજક તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી નજીકના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર પાસે રહેતા મુકેશભાઈ મનુભાઈ વાઘાણી (૨૭) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News