મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

હવે ખરાખરી: મોરબી પાલિકામાં આવતી કાલે સવારે સાડા દસ કલાકે જનરલ બોર્ડની બેઠક


SHARE













મોરબી પાલિકામાં આવતી કાલે સવારે સાડા દસ કલાકે જનરલ બોર્ડની બેઠક

મોરબી નગરપાલિકા પાસે શહેરી વિકાસ વિભાગ દ્વારા આગામી તારીખ 16 મી સુધીમાં જનરલ બોર્ડના ઠરાવ સાથેનો જવાબ માગવામાં આવ્યો છે જેથી કરીને આવતીકાલે તારીખ 15 ના રોજ સવારે 10:30 કલાકે મોરબી નગરપાલિકાના સભાખંડમાં જનરલ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે જેમાં ગત જનરલ બોર્ડની બેઠકમાં જે મુદ્દાને સર્વાનુમતે પહેલા જાહેરમાં નામંજૂર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાનગીમાં પેન્ડિંગ રાખવામાં આવ્યો છે ! તે મુદ્દાને ફરી પાછો આ જનરલ બોર્ડની અંદર લેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા માટેની કવાયત છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને નગરપાલિકાને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે અને પાલિકાએ સ્પષ્ટ જવાબ આપવાના બદલે અગાઉ લૂલો જવાબ આપ્યો હતો અને ત્યાર પછી પાલિકાના સભ્યો દ્વારા તેનો સ્વતંત્ર જવાબ વકીલ મારફતે રજૂ કરવામાં આવ્યો હતો જો કે તેને માન્ય રાખવામાં આવ્યો નથી અને પાલિકા પાસે જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ફાઈનલ જવાબ આગામી તારીખ 16 મી સુધીમાં માંગવામાં આવ્યો છે જેથી કરીને મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે તારીખ 15 ના રોજ સવારે 10:30 વાગ્યે પાલિકાના સભા ખંડમાં જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે જેમાં છેલ્લે મળેલ જનરલ બોર્ડની બેઠકમાં પહેલા સર્વાનુમતે જાહેરમાં ના મંજૂર કરવામાં આવેલ અને ત્યાર પછી પેઇન્ડીંગ રાખવામાં આવેલ એજન્ડા સહિતના એજન્ડાને લેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખની છે કે છેલ્લે જ્યારે પાલિકામાં જનરલ બોર્ડ ની બેઠક મળી હતી ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે તે એજન્ડાને પ્રાધાન્ય આપીને અન્ય એજન્ડાઓ નથી લેવામાં આવ્યા તેવું કહેવામાં આવ્યું હતું અને ત્યારે જે એજન્ડા પેન્ડિંગ રાખવાના બદલે સર્વાનુમતે જાહેરમાં નામંજૂર કર્યા હતા તે એજન્ડાને આવતીકાલે મળનાર ખાસ સાધારણ સભામાં પાછા લેવામાં આવ્યા છે તેની સાથોસાથ વળતર યોજનાનો એજન્ડા પણ એડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે






Latest News