મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાને ફાઇનલ જવાબ રજૂ કરવા 16મી સુધીનું અલ્ટીમેટમઃ શહેરી વિકાસ વિભાગ


SHARE













મોરબી નગરપાલિકાને ફાઇનલ જવાબ રજૂ કરવા16મી સુધીનું અલ્ટીમેટમઃ શહેરી વિકાસ વિભાગ

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો ત્યારબાદ મોરબી નગરપાલિકા સામે ઘણા બધા સવાલો ઊભા થયા છે અને હાલમાં સુઓમોટો જે હાઇકોર્ટની અંદર ચાલુ છે તેમાં મોરબી નગરપાલિકાને શા માટે સુપર સીડ ન કરવી તેવો પણ પ્રશ્ન ઉભો થયો હતો ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને જનરલ બોર્ડનો જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ જનરલ બોર્ડમાં લૂલો બચાવ કરતા હોય તેવો જવાબ રજુ કરીને શહેરી વિકાસ વિભાગમાં આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલિકાના સભ્યો દ્વારા તેમના વકીલ મારફતે શહેરી વિકાસ વિભાગમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે જવાબને માન્ય રાખવામાં આવ્યો નથી અને જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ફાઈનલ જવાબ આપવા માટે 16 મી તારીખ સુધીની મુદત આપવામાં આવી છે અને જો ત્યાં સુધીમાં પાલિકા જવાબ નહીં આપે તો પાલિકાને કશું કહેવું નથી માંગતી તેવું માનીને શહેરી વિકાસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે અને પાલિકા ગમે ત્યારે સુપરસીડ થાશે તેવું જાણવા મળી રહ્યું છે

મોરબી નગરપાલિકા હસ્તકનો જુલતો પુલ ઓરેવા ગ્રુપને સંચાલન કરવા માટે આપ્યો હતો અને તે જુલતો પુલ તૂટી પડવાના કારણે 135 લોકોના મોત નિપજયા હતા જે બાબતે હાલમાં હાઇકોર્ટમાં સુઓમોટો અને જાહેરહિતની અરજીની સુનવણીઓ ચાલી રહી છે અને આ ગુનામાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના 10 આરોપીઓને પકડીને મોરબીની સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે ત્યારે મોરબી નગરપાલિકાને સુપર સીડ શા માટે ન કરવી તે બાબતની કારણદર્શક નોટિસ અગાઉ શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને જનરલ બોર્ડના ઠરાવ સાથેનો જવાબ માંગવામાં આવ્યો હતો. 

જો કે અગાઉ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું ત્યારે પાલિકા પાસે જરૂરી દસ્તાવેજી પુરાવા નથી જેથી કરીને તે મળશે ત્યાર પછી જવાબ આપવામાં આવશે તેઓ લુલો બચાવ થાય તે પ્રકારનો જવાબ સરકારમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ સરકારમાંથી એફએસએલના રિપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજી પુરાવાની કોપી મોરબી નગરપાલિકાને આપવામાં આવી હતી તેમ છતાં પણ નગરપાલિકા તરફથી જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ફાઈનલ જવાબ આપવામાં આવ્યો નથી 

દરમિયાન પાલિકાના કેટલાક સભ્યો દ્વારા તેના વકીલ મારફતે શહેરી વિકાસ વિભાગમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે જવાબને માન્ય રાખવામાં આવ્યો નથી અને હાલમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાને 16 મી તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો આગામી 16 મી તારીખ સુધીમાં જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે નગરપાલિકાનો ફાઇનલ જવાબ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને કશો જવાબ આપવો નથી તેવું માનીને પાલિકાને સુપર સીડ કરવા માટેની ગમે ત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છેહ






Latest News