અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીનો યુવાન ઓનલાઈન તીનપતીમાં હારી ગયેલ સાત લાખ રૂપિયા વસૂલ કરવા ચાર શખ્સોએ અપહરણ કરીને માર માર્યો


SHARE







મોરબીનો યુવાન ઓનલાઈન તીનપતીમાં હારી ગયેલ સાત લાખ રૂપિયા વસૂલ કરવા ચાર શખ્સોએ અપહરણ કરીને માર માર્યો

મોરબીના રવાપર ગામ નજીક આવેલ સંસ્કાર હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન ઓનલાઈન તીનપતીનો જુગાર રમતા સાત લાખ રૂપિયા હારી ગયો હતો જે રૂપિયા વસૂલ કરવા માટે થઈને ચાર શખ્સો દ્વારા તેના ઘરે આવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગોંધી રાખીને તે યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જોડિયા તાલુકાના હડીયાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં આવેલ સંસ્કાર હીલ એપાર્ટમેન્ટ બ્લોક નં-૬૦૧ માં રહેતા હિરલભાઈ રમેશભાઈ કાનાણી જાતે પટેલ (૨૮) એ હાલમાં મહિપાલસિંહ રાણા અને જયપાલસિંહ ચુડાસમા રહે. બંને રામેશ્વર સોસાયટી જામનગર તેમજ અર્જુન પ્રજાપતિ અને નંદો રહે બંને જામનગર વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી મહિપાલસિંહ રાણા અને જયપાલસિંહ ચુડાસમા સાથે ઓનલાઇન તીન પત્તીની આઈડીમાં જુગાર રમેલ હતો જેમાં બંને આરોપી સામે ઓનલાઇન તે સાત લાખ રૂપિયા હારી ગયો હતો જેથી આરોપીઓએ રૂપિયા વસૂલ કરવા માટે તેના ઘરે આવીને ઘરમાં પ્રવેશ કરી બળજબરીથી યુવાનનું કારમાં અપહરણ કરી ગયા હતા અને ત્યારબાદ તેને ગોંધી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા છરી અને ધોકા વડે માર માર્યો હતો હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News