લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલય દ્વારા માતૃ-પિતૃ પૂજન દિનની ઉજવણી


SHARE





મોરબીની નવયુગ વિદ્યાલય દ્વારા માતૃ-પિતૃ પૂજન દિનની ઉજવણી

નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા ‘વેલેન્ટાઇન ડે”ના સ્થાને "માતા-પિતા પૂજન દિન” તરીકે ઉજવાયો.જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમમૂર્તિ) માતા-પિતા છે એ હેતુસર ધોરણ-૩ ના વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવીને માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજન કરવામાં આવેલ. ધોરણ ૫-૬ ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-૧ અને ૨ ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી, ધોરણ-૪ ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્વારા આ ઉત્સવને ઉજવ્યો હતો.આ ઉપરાંત આ દિવસે ચારેક વર્ષ પૂર્વે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્પાંજલિ અર્પતા કેજીના વિદ્યાર્થીઓએ "બ્લેક ડે' ની ઉજવણી કરી હતી.શહીદવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્મરણ સહ ધોરણ-૭ અને ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવાં માટે સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ ઑફિસ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા




Latest News