મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ રોડે આરટીઓ નજીક કારે હડફેટ લેતા ઇજા પામેલા વૃધ્ધનું મોત


SHARE







મોરબીના કંડલા બાયપાસ રોડે આરટીઓ નજીક કારે હડફેટ લેતા ઇજા પામેલા વૃધ્ધનું મોત

મોરબી નજીક અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આર.ટી.ઓ. કચેરી પાસે દેવદુત જીન પાસેથી ફરિયાદી યુવાનના પિતા જતાં હતા ત્યારે ઇનોવા કારના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને તેઓનું મોત નીપજયું છે જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે કારના ચાલકની  સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જોડિયા તાલુકાનાં શામપર ગામના રહેવાસી અને હાલમાં પ્રેમજીનગર મકનસર લાલજીભાઇ દેવીપુજકના મકાનમાં ભાડેથી રહેતા ફરિયાદી ચમનભાઇ હંસરાજભાઇ દાહકીયા જાતે દેવીપુજક (ઉ-૩૨)એ હાલમાં ઇનોવા ગાડી નંબર જીજે ૩૬ એફ ૮૬૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નજીક અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આર.ટી.ઓ. કચેરી પાસે દેવદુત જીન પાસે આરોપીએ પોતાની ઇનોવા ગાડી નંબર જી.જે. ૩૬ એફ ૮૬૬૬ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલવી હતી અને ફરિયાદીના પિતા હંસરાજભાઇ માધાભાઇ (ઉ.૬૫) ને હડફેટે લીધા હતા જેથી કરીને આ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતકના દીકરની ફરિયાદ લઈને આઇપીસી કલમ-૩૦૪(અ), ૨૭૯ MV ACTકલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News