તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પંજાબ વિધાનસભા ચુટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક


SHARE











મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પંજાબ વિધાનસભા ચુટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂક

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચુટણીઑમાં પંજાબ રાજ્યમાં યોજનારી ચુટણીમાં રાષ્ટ્રીય ભાજપ તરફથી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને મોટી જવાબદારી આપતા ચુનાવ સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, પંજાબ માટે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રભારી તથા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલા, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રિય વિદેશ મંત્રાલય અને સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસદ વિનોદભાઇ ચાવડાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે

સાંસદ ચાવડાએ જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય ભારતીય જાનતા પાર્ટી એ મારામાં વિશ્વાસ મૂકી મને પંજાબ વિધાનસભા ચુટણી આયોજનમાં સહ પ્રભારી તરીકે જવાબદારી સોપી છે હૂઁ સંપૂર્ણ પણે ખંત વિશ્વાસ સાથે પ્રભારી તથા સહ પ્રભારીઑ સાથે સંકલન રાખી જવાબદારી પૂર્ણ કરીશ પંજાબમાં ભાજપને જલવંત જીત મળેના મારા પ્રયતન રહેશે. હાલમાં હું સાંસદ તરીકે કચ્છ મોરબીની જનતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત જાગૃત રહું છુ સાથે  સાથે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવું છુ, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાજી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલજીએ મારામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરવા પ્રતિબધ્ધ છુ તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News