મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જુના જાંબુડિયા ગામે પતિ સાથે માથાકૂટ થતાં પત્નીએ એસિડ ગટગટાવ્યું


SHARE





મોરબીના જુના જાંબુડિયા ગામે પતિ સાથે માથાકૂટ થતાં પત્નીએ એસિડ ગટગટાવ્યું

મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે રહેતી પરણીતાને તેના પતિ સાથે માથાકૂટ થતા લાગી આવ્યું હતું જેથી તેને પોતાની જાતે એસિડ પી લીધૂ હતું માટે તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના જાંબુડીયા ગામે રહેતા નયનભાઈ વાળાના પત્ની દયાબેન (૩૦) એ કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પરણીતાનો લગ્ન ગાળો સાત વર્ષનો છે અને તેને પતિ સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી જેથી તેને લાગી આવતાં તેને એસિડ પી લીધું હતું હાલમાં મહિલા સારવાર હેઠળ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ લોર્ડ્સ હોટલ સામેથી મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલ પાસે પી.જી. કલોકમાં રહેતા જીવાણી રાજેશભાઈ (૪૩) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા રાજેશભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના જેતપર ગામે આવેલા સરકારી સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇક લઈને જઈ રહેલ નગીનભાઈ રાઠવા નામના વ્યક્તિને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News