મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે


SHARE











મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું ગત તા. ૧૧/૨ ના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બાદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ સગીરા કોઈ જગ્યાએથી ન મળતા ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે રહેતા રવિ રમેશભાઈ સરસાવડીયા જાતે પટેલ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી રવિ રમેશભાઈ સરસાવડીયા જાતે પટેલ (૨૦) રહે. જીવાપર ચકમપર મોરબી વાળાની ધરપકડ કરલે છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

કચ્છ જિલ્લાના શિકારપુરમાં રહેતા તૈયેબ ગુલમમદ માણેક (૩૨) નામના યુવાનને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે કેનાલ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા માણેકને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચતુરભાઈ મગનભાઈ ખરા નામના વ્યક્તિને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પૈસાની લેતીદેતી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચતુરભાઈ ખરાને ઈજા થયો હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા છે






Latest News