મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ પોષણ માહ અભિયાનમાં મોરબી જિલ્લો ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં બીજા સ્થાને મોરબીના કલેક્ટરે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરાઇ મોરબીમાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી ! મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ: ૧૩ જુગારીઓ ઝડપાયા


SHARE









મોરબી શહેરમાં ખોખાણી શેરી પાસે તથા વાંકાનેર તાલુકામાં રાજા વડલા ગામે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને ૧૩ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરમાં આવેલ ખોખાણી શેરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા દીપકભાઈ વિઠ્ઠલભાઈ હણ, દોલુભા ચંદુભાઈ જાડેજા, મનોજભાઈ ઇશ્વરભાઇ ઈન્દરીયા, જીગ્નેશભાઈ પંકજભાઈ કોટક અને સાગરભાઇ રજનીકાંતભાઈ સુખડિયા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૪,૪૦૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કિશોરભાઈ નરસીભાઇ ડેડવાણીયા, સંદીપભાઈ દિનેશભાઈ દેત્રોજા, પીન્ટુભાઇ ભીખાભાઈ રોરીયા, વિપુલભાઈ હકાભાઇ ડાભી, જેન્તીભાઈ કાળુભાઈ ડેડવાણીયા, વિજયભાઈ ગિરધરભાઈ સારલા અને ભરતભાઈ લાખાભાઈ સિહોરા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૮૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News