મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને ટંકારામાં પોલીસને શ્રમિકોની માહિતી ન આપનારા કોન્ટ્રાક્ટર, સ્પા સંચાલક સહિતના ૧૨ સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી, વાંકાનેર અને ટંકારામાં પોલીસને શ્રમિકોની માહિતી ન આપનારા કોન્ટ્રાક્ટર, સ્પા સંચાલક સહિતના ૧૨ સામે ગુનો નોંધાયો

મોરબીમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામી શકાય તે માટે તેને પોલીસ દ્વારા મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં પરપ્રાંતિય શ્રમિકોની માહિતી અપલોડ કરવા માટે વારંવાર કહેવામાં આવે છે તેમ છતાં પણ જે લોકો તેમાં માહિતી અપલોડ કરતા નથી તેની સામે હવે ગુના નોંધવાનુ છેલ્લા દિવસોથી શરૂ કરવામાં આવ્યું છે અને વધુ બાર જેટલા ગુના મોરબી વાંકાનેર ને ટંકારા તાલુકામાં નોંધાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં ઓરડિયઓ ભાડે આપનાર કિશનભાઇ નરસીભાઈ અગેચાણીયા જાતે કોળી (૩૨) રહે કબીર ટેકરી મોરબી વાળાએ પોલીસને માહિતી આપી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે હળવદ તાલુકાના જુના અમરાપર ગામે આવેલ આશાપુરા મીનરલ પ્લાન્ટમાં કામ કરતાં મજૂરોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી વેપારી કમલેશભાઈ પનજીભાઇ ચૌહાણ (૩૩) રહે જુના અમરાપર વાળાની સામે ગુનો નોંધાયો છે માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ ઇવા સીરામીક કારખાનામાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ ન કરતા કોન્ટ્રાક્ટર અરવિંદભાઈ અંબાવીભાઈ ભુવા જાતે પટેલ (૪૮) રહે પીપળીયા તાલુકો મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે ટંકારાની લતી પર ચોકડી પાસે ગાયત્રી ચેમ્બર્સના ત્રીજા માળે આવેલ સ્પામાં કામ કરતા માણસોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી અશ્વિનકુમાર કેશવજીભાઈ ચનીયારા જાતે પટેલ (૩૬) રહે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાયેલ છે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ પવનપુત્ર મિનરલ કારખાનાની અંદર કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હોવાથી વેપારી હસમુખભાઈ મનસુખભાઈ દેત્રોજા (૩૬) રહે અવની ચોકડી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે વાંકાનેરના રાજા વડલા ગામની સીમમાં આવેલ નીઓન રિફેકટ્રીઝ નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર મોનીભાઈ મધુમંગલભાઇ રાય (૪૨) તેમજ ધનજીભાઇ ભીખાભાઇ ઉઘરેજા (૪૫) એ તેની નીચે કામ કરતા માણસોની વિગત આપી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર રોનક સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનામાં કોન્ટ્રાક્ટર રાખનાર ગુલાબભાઈ અબ્દુલભાઈ શેરસીયા (૨૬) એ તેની નીચે કામ કરતા માણસોની માહિતી પોલીસને આપી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે વાંકાનેરના શોલેકસો સીરામીકમાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા માણસોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી વિશાલભાઈ વિનોદભાઈ શાહ (૪૩) સામે ગુનો નોંધાયેલ છે વાંકાનેરમાં ગાયત્રી મંદિર સામે આવેલ કિશન બેકરીમાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે પોલીસને માણસોની માહિતી આપી ન હોવાથી કમલેશભાઈ મનજીભાઈ ધરોડિયા (૪૦) ની સામે ગુનો નોંધાયેલ છે મોરબીના રામકૃષ્ણ નગરમાં મનુભા ભુરૂભા જાડેજા (૬૦)ના નીચે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશન માં અપલોડ કરેલ ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે.






Latest News