મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચારને ઈજા


SHARE





મોરબીમાં પાડોશીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચારને ઈજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ થયેલ મારામારીમાં ચાર લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં રહેતા અહેમદહુસેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના ૩૭ વર્ષના યુવાનને તેની પાડોશમાં રહેતા સાજીદ નામના વ્યક્તિ દ્વારા ઝઘડો કર્યા બાદ છરી વડે હુમલો કરવામાં આવતા ઈજાઓ થતા અહેમદહુસેનને તેમના પત્ની રૂબીનાબેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ કરવામાં આવી હતી.દરમિયાનમાં સામેવાળા સાહિલ તાજમામદ ભટ્ટી (૧૩), તાજમામદ કરીમ ભટ્ટી (૫૫) અને રજિયાબેન તાજમામદ ભટ્ટી (૪૦) રહે.ત્રણેય ૧-કુલીનગર વીસીપરા વાળાઓને પણ મારામારીના બનાવમાં ઈજા પહોંચેલી હોય ત્રણેયને પણ સિવિલે સારવાર માટે લવાયા હતા તે બનાવની પણ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

વધુ પડતી દવા પી જતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતા જીસાન હનીફભાઈ બુખારી નામના ૩૦ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેણે વધુ પડતી માથાના દુખાવાની દવા પી લીધી હોય તેને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો હાલ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સુપર ટોકીઝ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જ્યાં રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં અમરેલી (ધારી) ના વતની શહેનાઝશા મુનાફશા ફકીર (ઉંમર ૩૦) નામના યુવાનને ઇજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રીનચોકની હનુમાન ડેરી શેરીમાં રહેતા સંજયભાઈ કાંતિલાલ ગોહીલ નામના ૩૭ વર્ષીય યુવાનને બાઈક લઈને જતા સમયે ડીલક્ષ પાન નજીક અજાણ્યા વાહન સાથે બાઈક અથડાવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટે લઇ જવાયો હતો અને બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે




Latest News