મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના અંદરણા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોત


SHARE





મોરબીના અંદરણા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોત

મોરબીના અંદરણા ગામે સીમમાં આવેલ વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનો મોત નીપજયું હતું જેથી કરીને આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના કાસબાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના આદરણા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કામ કરતા સરતાનભાઇ ચોકલાભાઇ નાયક (૨૧) એ વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરામાં આવેલ એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આઈસીયુ વોર્ડમાં તેનું મોત નિપજ્યું હતું જેથી આ અંગેની રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામાનો ભંગ

વાંકાનેરના લાલપર ગામની સીમમાં આવેલ એમેટ્રીન ઈન્ડીયા નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી, ફોટો કે આધાર પુરાવા લીધા ન હતા જેથી કોન્ટ્રાક્ટર મુન્નાજીરભાઈ યુસુફભાઈ બાદી જાતે મોમીન (૨૩) રહે. કોઠી તાલુકો વાંકાનેર વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે તો ટંકારા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં આવેલ વાડીએ ખેતીમાં મજૂરી કામ કરવા માટે એમપીના અલીરાજપુર જિલ્લાના પાંચ ખેત મજૂરોને રાખ્યા હતા પરંતુ તેના આધાર પુરાવા લેવામાં આવ્યા ન હતા. અને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા ન હતા તેમજ ઓનલાઈન એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી રજનીકાંતભાઈ બચુભાઈ ભોરણીયા જાતે પટેલ (૪૩) રહે. રોહીશાળા તાલુકો ટંકારા વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે




Latest News