મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા બહેન-બનેવી ઉપર હુમલો કરીને તોડફોડ કરનારા નવ સાળાની ધરપકડ


SHARE





મોરબીમાં રહેતા બહેન-બનેવી ઉપર હુમલો કરીને તોડફોડ કરનારા નવ સાળાની ધરપકડ

મોરબીના વીસીપરમાં આવેલ રમેશ કોટન મિલ પાસે આવેલ કુલીનગરમાં રહેતા આધેડની પત્ની સાથે અગાઉ તેના સાળા અને મસીજીના દીકરોએ બોલાચાલી કરી હતી જેથી કરીને તેઓની સાથે વ્યવહાર હતો અને અને તેવામાં તેના સાળાના ઘરે લગ્ન હોય તેનું આમંત્રણ આપ્યું ન હતું જેથી કરીને આધેડ અને તેના પરિવારમાંથી કોઈ ત્યાં ગયું ન હતું જેનો ખાર રાખીને ૧૧ શખ્સો તેના ઘરે આવ્યા હતા અને તેના વાહન તેમજ ઘર વખરીમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું તેમજ આધેડ સહિત તેના વ્યક્તિને માર માર્યો હતો જેથી આધેડે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં નવ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વીશીપરામાં આવેલ રમેશ કોટન મીલની બાજુમા આવેલ કુલીનગર-૧ માં રહેતા તાજમહમદભાઇ કરીમભાઇ ભટ્ટી જાતે મુસ્લીમ મિયાણા (૫૫)એ જુમા કરીમ સેડાત, હાસમભાઇ દાઉદભાઇ મોવર, આદીલ કરીમભાઇ સેડાત, સિકંદરભાઇ કરીમભાઇ સેડાત રહે. બધા જ માળીયા મીયાણા, સલીમભાઇ જુસબભાઇ કટીયા, નિજામભાઇ  જુસબભાઇ કટીયા, ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા, મુસાભાઇ જુસબભાઇ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા રહે. બધા મચ્છી પીઠ નજીક મોરબી, ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર અને મંજુરભાઇ અનવરભાઇ ખોડ રહે, બંને વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ તેને સાળા તથા માસીજી સાસુના દીકરાઓ થાય છે જેઓને ફરીયાદીની પત્નિ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થતા ઘણા સમયથી વહેવાર રાખેલ ન હતો અને ત્યારે આરોપી જુમા કરીમ સેડાતના દીકરાના લગ્નમા આમંત્રણ ન મળતા ગયેલ ન હતા જે અંગેનો રાગ દ્વેશ રાખી આરોપીઓ અલગ અલગ વાહનમા આવીને ઘાતક હથીયારો સાથે ફરીયાદીના ઘર સામે રાખેલ તેના વાહનોમા તોડફોડ કરીને નુકસાન કરી હતી તેમજ ફરીયાદીના ઘરમા આવીને ઘરવખરીમા તોડફોડ કરીને નુકસાન કર્યું હતું અને આરોપી સલીમ જુસબે પોતાની પાસેના ધારીયા વડે ફરીયાદીને ડાબા હાથે હથેળીમા ઇજા કરી હતી તેમજ સાહેદ રજીયા તથા સાહીલ વચ્ચે પડતા તેઓને પણ સામાન્ય ઇજાઓ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૪૨૭, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં જુમા કરીમ સેડાત (૪૪), હાસમભાઇ દાઉદભાઇ મોવર (૪૮), આદીલ કરીમભાઇ સેડાત (૨૪), સિકંદરભાઇ કરીમભાઇ સેડાત (૩૦) રહે. બધા રેલ્વે સ્ટેશન પાસે વાંઢ વિસ્તાર માળીયા મીયાણા, નિજામભાઇ  જુસબભાઇ કટીયા (૨૭), ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા (૨૬), મુસ્તાકભાઇ ઉર્ફે મુસો જુસબભાઇ કટીયા (૨૨) રહે. બધા મચ્છી પીઠ મોરબી, ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર (૪૪) અને મંજુરભાઇ અનવરભાઇ ખોડ (૨૪) રહે, બંને વીશીપરા મોરબી વાળાની ધરપકડ કરી છે અને આ ગુનામાં હજુ બે આરોપીને પકડવાના બાકી છે




Latest News