મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રૂપિયા આપવાની ના પડતાં યુવાન અને તેની માતાને માર મરનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE





મોરબીના રવાપર ગામે રૂપિયા આપવાની ના પડતાં યુવાન અને તેની માતાને માર મરનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબી નજીકના રવાપર ગામે રહેતી મહિલાના દીકરા પાસે તે જ વિસ્તારમાં રહેતા શખ્સે સો રૂપિયા માંગ્યા હતા ત્યારે યુવાને રૂપિયા આપવાની ના પાડી હતી જે તેને સારું નથી લાગતા ચાર શખ્સોએ મહિલા અને તેના દીકરા સાથે ઝઘડો કરી ગાળો આપીને જપાજપી કરી હતી અને મહિલાને માથાના ભાગે તથા શરીરે માર માર્યો હતો અને તેના દીકરાના એકટીવામાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ રવાપર ગામે હિરલ પોઇન્ટની બાજુમાં રહેતા હંસાબેન મેઘજીભાઈ ચાવડાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા, મહેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા, કિશોરભાઈ ગોવિંદભાઈ સાગઠીયા રહે, તમામ હિરલ પોઇન્ટની બાજુમાં રવાપર તથા દિનેશભાઈના જમાઈ પારસ ઉર્ફે સુલતાન રહે, રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, દિનેશભાઈ સાગઠીયાએ ત્રણેક મહિના પહેલા તેના દીકરા રાહુલ પાસેથી ૧૦૦ રૂપિયા માંગ્યા હતા અને ત્યારે રાહુલને રૂપિયા આપવાની ના પાડી હતી જે દિનેશભાઈને સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને દિનેશભાઈ, મહેશભાઈ અને કિશોરભાઈએ ફરિયાદી હંસાબેન તથા તેના દીકરા રાહુલ સાથે ઝપાઝપી કરી હતી ઝઘડો કર્યો હતો અને ગાળા ગાળી કરી હતી અને ત્યારે હંસાબેનને માથાના ભાગે તથા શરીરને ઢીકા પાટુનો માર માર્યો હતો અને આરોપી પારસ ઉર્ફે સુલતાને ફરિયાદી મહિલાના દીકરાના એકટીવા નં જીજે ૩ ઇકે ૧૯૧૩ માં તોડફોડ કરીને નુકસાની કરી હતી તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી દિનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (૪૫), મહેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (૪૦), કિશોરભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (૪૭) રહે, તમામ હિરલ પોઇન્ટની બાજુમાં રવાપર તથા પારસ ઉર્ફે સુલતાન ગિરધારભાઈ વાઘેલા (૨૪) રહે, રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે

ફિનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો વિશ્વાસ કાનજી પાટડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન રણછોડનગર વિસ્તારમાં સરમરીયા દાદાના મંદિર પાસે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી ગયો હતો જેથી તેના પત્ની ધારાબેને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે




Latest News