મોરબીના રવાપર ગામે રૂપિયા આપવાની ના પડતાં યુવાન અને તેની માતાને માર મરનારા ચાર શખ્સોની ધરપકડ
મોરબીની ૧૩૦ કરોડની ટેક્સ ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીની ૧૩૦ કરોડની ટેક્સ ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના જીએસટી કચેરીના અધિકારી દ્વારા એક અબજ ૩૦ કરોડ રૂપિયાની ટેક્ષ ચોરીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે પહેલા ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા આ ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે
મોરબી નજીકના નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝામાં શોપ નં .૧૩ ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા)ની પેઢી વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી અને તેના મધ્યમથી કોલ (કોલસા)નો ખરીદ અને વેચાણનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને પેઢીના સંચાલકો દ્વારા વેટ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરવી હતી જો કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ટેક્સની જે રકમ જમા કરાવવાની થાય છે તે નવ વર્ષથી સરકારી તિજોરીમાં જમા કરાવેલ ન હતી જેથી કરીને ૧૩૦ કરોડ એટલે કે એક અબજ ત્રીસ કરોડની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાની બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી
મોરબીમાં રહેતા જીએસટી વિભાગના અધિકારી પુજાબેન વૈશ્નાની દ્વારા આગું જે ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં જણાવ્યુ હતું કે, ચાર શખ્સો દ્વારા વેટ કાયદા હેઠળના નોંધણી નંબર ૨૪૦૯૨૦૦૬૦૧૨ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી નંબર ૨૪૫૯૨૦૦૬૦૧૨ થી મોરબી વાંકાનેર વચ્ચે આવેલ નેશનલ હાઇવે ઉપર ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા) ની પેઢી શરૂ કરેલ હતી અને આરોપીઓએ આ વ્યવસાયથી સરકારને ભરવાનો થતો સી.એસ.ટી. તથા વેટ વેરો વર્ષ ૨૦૦૯/૧૦ થી વર્ષ ૨૦૧૬/૧૭ સુધીનો કુલ રૂપિયા ૧૩૦,૩૮,૭૮,૯૮૪ ભરેલ નથી અને સી.એસ.ટી. તથા વેટ વેરો ન ભરીને સરકારની સાથે છેતરપીંડી તથા વિશ્વાસધાત કરેલ છે
જેથી ઇસુ વી.એસ.નારંગ રહે. ૪૧૧ માયહાઉસ નવદ્વીપ વાયુબ્લોક માધાપુર હૈદરાબાદ, ચંદુલાલ હરજીભાઇ પટેલ રહે, ૨૦૨ પંચરત્ન એપાર્ટમેન્ટ તીલક રોડ હૈદરાબાદ, રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ રહે, પ્લોટ નં .૯ રોડ નં .૯ જ્યુબીલી હીલ્સ હૈદરાબાદ અને યુનુશ જીઆઉલા સેરીફ રહે, અલબારકા ગોલ્ડન એક્લેવ એરપોર્ટ રોડ બેંગલોર (કર્ણાટકા) વાળાની સામે પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનયમ -૨૦૦૩ની કલમ ૮૫ (૧) ડી, જી મુજબ ગુનો નોંધાયો હતો જેની તપાસમાં પહેલા બી ડીવીઝન પોલીસે ઇસુ વી.એસ.નારંગ, રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ અને યુનુશ જીઆઉલા સેરીફ નામના શખ્સોની ધરપકડ કરી હતી
આ ગુનામાં પકડવાના બાકી આરોપી ચંદુલાલ હરજીભાઇ લોદરીયા જાતે પટેલ (૫૫) રહે, રહે વેલકમ પાર્ક ફ્લેટ પ્રકાશ નગર બેગમપેટ સિકંદરાબાદ હૈદરાબાદ તેલંગાણા મૂળ રહે તાલુકો માળીયા મિયાણા જિલ્લો મોરબી વાળો કોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે હાજર થતા બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવડીયાએ તેની ધરપકડ કરી હતી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ કોર્ટ હુકમ હોય આગોતરા જમીનના લીધે તેને જામીનમુકત કરવામાં આવેલ છે