મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર પાસે જીવલેણ અકસ્માત સર્જનાર રીક્ષા ચાલકની ધરપકડ


SHARE















મોરબીના લૂંટાવદર પાસે જીવલેણ અકસ્માત સર્જનાર રીક્ષા ચાલકની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે કારખાના નજીક બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લીધું હતું જેથી બાઇક લઈને જઈ રહેલ યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના મહારાજપુરનો રહેવાસી અને હાલમાં અમોન માર્શલ પણજી ગોવા ખાતે રહેતા બુધનભાઈ લાલનભાઈ વર્મા જાતે કોયરી (૪૦) એ સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૬૯૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાનાની સામેના ભાગમાંથી તેનો કાકાનો દીકરો રંજીત (૨૦) બાઈક નંબર જીજે ૩ એફઆર ૯૭૧૮ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને સીએનજી રીક્ષાના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના કાકાના દીકરાને ગંભીર ઇજા થઈ હતી અને તેનું સારવાર કારગત ન નિવડતા મોત નીપજયું હતું આ બનાવમાં મોરબી તાલુકા પીએસઆઇ બી.એમ. બગડા તથા રાઇટર અરવિંદભાઈ દ્વારા સીએનજી ઓટો રીક્ષાના ચાલક પ્રકાશ વસુભાઈ મૈયડ જાતે આહિર (૩૫) રહે. ગાયત્રી સોસાયટી કુબેરનગર પાસે રેલ્વે સ્ટેશન સામે નવલખી રોડ મોરબી મૂળ રહે. મોટા દહીંસરા તાલુકો માળીયા મિંયાણા વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

હળવદમાં રહેતા દિનેશભાઈ વલ્લભભાઈ સોલાધ્રા (૬૦) પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા રમજાનભાઈ બચુભાઈ ઉનડપોત્રા (૫૮) ને ટંકારા બાજુથી આવતા બાઇકના ચાલકે ટક્કર મારતા તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટંકારા પોલીસને બનાવવાની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદમાં રહેતા આશિયાનાબેન રસુલભાઈ ચૌહાણ (૭૫) નામના વૃદ્ધા વોરાવાડ વિસ્તારમાંથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણી રિક્ષાના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી આ વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની હળવદ પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News