મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મેટાડોર થાંભલા સાથે અથડાવનાર ડ્રાઇવર તથા તેના કાકાને કારખાનેદારે લાકડી-પાઇપ વડે ફટકાર્યા


SHARE





મોરબીમાં મેટાડોર થાંભલા સાથે અથડાવનાર ડ્રાઇવર તથા તેના કાકાને કારખાનેદારે લાકડી-પાઇપ વડે ફટકાર્યા

મોરબીના શનાળા રોડ ગ્રીનસિટી પાસે રહેતા અને કડિયા કામ કરતા આદિવાસી યુવાન અને તેના ભત્રીજાને કારખાનેદાર દ્વારા વાંસની લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવતા ઈજાગ્રતને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ગ્રીનસિટી પાસે આવેલ વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરીનું કામ કરતા રાજુભાઈ વસ્તાભાઈ માવી (ઉંમર ૩૬) અને તેના ભત્રીજા મુકેશ માવીને લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ સ્વસ્તિક પ્લાસ્ટિક નામના કારખાના પાસે પ્લાસ્ટિકના પાઇપ અને વાંસની લાકડી વડે માર મારવામાં આવતા સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.નિતેષભાઈ પટેલ દ્વારા તેઓને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયા તથા રાઇટર વાસુદેવભાઈ આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ રાજુભાઈ માવી કડિયા કામનું કામ કરે છે અને તેનો ભત્રીજો મુકેશ માવી સ્વસ્તિક પ્લાસ્ટિકમાં મેટાડોર ચલાવવાનું કામ કરે છે દરમિયાનમાં તેણે મેટાડોર થાંભલા સાથે અથડાવી નુકસાની પહોંચાડી હોય તે બાબતે સ્વસ્તિક પ્લાસ્ટિકના કારખાનેદાર દ્વારા બંનેને લાકડી તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે ફટકારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

બેરીકેટ સાથે બાઈક અથડાતા મહિલાને ઈજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા પૂજાબેન પિયુષભાઈ શુક્લ નામના ૪૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા તેઓને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા સારવાર કર્યા બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, પૂજાબેન પિયુષભાઈ શુક્લ નામની ૪૫ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જેતપર-પીપળી રોડ ઉપરથી જતા હતા તે દરમ્યાનમાં રસ્તા ઉપરના બેરીકેટ સાથે બાઇક અથડાયું હતું અને બાઈક નીચે પડી જવાથી તેઓને ઇજાઓ પહોંચી હતી હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે




Latest News