મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી નજીકના દબાણ દુર કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ


SHARE





હળવદની સરા ચોકડી નજીકના દબાણ દુર કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં દરેક વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા

આ સંકલન બેઠકમાં કલેકટરએ સંભવિત હીટ વેવને ધ્યાનમાં લઇને અરજદારો માટે કચેરીમાં બેસવાની તેમજ પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સરા ચોકડીથી હાઇવે તરફ આગળ જતાં રોડની બન્ને બાજુથી દબાણ દુર કરવા તેમજ સુજલામ સુફલામ’, ‘અમૃત સરોવર’, અને ઇ-શ્રમ કાર્ડ’ વગેરે યોજનાઓ અન્વયે સંબંધિત વિભાગોને યોગ્ય કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો પુરતો જથ્થો તથા ડૉકટરની ઉપલબ્ધતા મળી રહે તે મુદ્દા પર ખાસ ભાર મૂકી વિશેષ કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ સંકલન બેઠકનું સંચાલન એન.કે. મુચ્છાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ડીડીઓ પરાગ ભગદેવ,  ડીવાયએસપીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડેપ્યુટી કલેક્ટર સહિતના જુદાજુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News