મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૨૫ કરોડની જમીન હડપવા હયાત દંપતીના બોગસ મરણ દાખલા મેળવીને આચર્યું કૌભાંડ


SHARE















મોરબી જીલ્લામાં ૨૫ કરોડની જમીન હડપવા હયાત દંપતીના બોગસ મરણ દાખલા મેળવીને આચર્યું કૌભાંડ

મોરબી જીલ્લામાં જમીનના અનેક કૌભાંડ અત્યાર સુધીમાં કરવામાં આવ્યુ છે તેવી જ રીતે મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત હોવા છતાં પણ તેના અમદાવાદ કોર્પોરેશનમાંથી મરણના દાખલા મેળવીને ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને તેની વૃદ્ધને સમયસર જાણ થઈ જતાં તેઓએ સરકારી કચેરીઓમાંથી જરૂરી આધાર પુરાવા મેળવીને હાલમાં અંદાજે ૨૫ કરોડની કિંમતી જમીનનું કૌભાંડ આધારનાર બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઈસ્ટ) અરોરા સીનેમાની પાછળ કૉંગ સર્કલ માટુંગા એમ-ઘોટીકર માર્ગ ૩૧/૯ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (૯૨)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેની માલીકીની જમીનનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વડીલો પાર્જીત મિલ્કતમાં મકાન "શાન્તીસદન” દીવાનપરામાં આવેલ છે તેમજ ખેતીની જમીન વાંકાનેર તાલુકાના રેવન્યુ સવૈ નંબર (૧) રે.સ.નં ૧૦/૨ પૈકી ૨, રે.સ.નં. ૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં ૧૮ પૈકી ૧, (૫) રે.સ.નં ૧૮ પૈકી ૨, (૬) રે.સ.નં. ૧૯, (૭) રે.સ.નં. ૨૦, (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪, (૯) રે.સ.નં ૨૫/ ૧ પૈકી ૬ ની ખેતીની જમીન આવેલ છે

દરમ્યાન થોડા સમય પહેલા વૃદ્ધ લગ્ન પ્રસંગમાં અહિયાં આવ્યા હતા ત્યારે તેના ધ્યાને આવેલું હતું કે, તેની જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે નોંધ કરાવી રૅન્યુ રેકર્ડમાં ખોટા વ્યવહારો કરવામા આવેલ છે. અને કેટલાક લોકો દ્રારા જમીન પોતાના નામે કરાવી લેવા માટે કાવતરૂ કરવામા આવ્યું છે જેથી વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના સર્વે નંબર વાળી જમીનનો તા.૧૩/૦૯/૨૦૨૨ ના દસ્તાવેજ થઇ ગયેલ છે જેથી કરીને દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) રહે. બાબુની ચાલી કાલુપુર અમદાવાદ તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ વાળાના નામ હતા અને ખરીદનાર તરીકે સુચીતભાઇ રમેશભાઇ જોષી રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટ વાળાનું નામ દર્શાવામાં આવ્યું છે અને તેને ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ રૂપીયા ૩,૧૩,૩૮,૦૦૦ નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા રહે. ગીતાનગર જકાતનાકા ગોંડલ રોડ અને જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા રહે. રાધાપાર્ક-૨ માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ વાળાના નામ લખેલા છે

ત્યાર બાદ વાંકાનેર મામલતદાર કચેરી ખાતેથી વૃદ્ધે ખેતીની જમીનના માલીકીના ૩/૧૨ તથા ૮ અ ના રેવન્યુ રેકર્ડ મંગાવતા જાણવા મળ્યું હતું કે, તેઓની માલીકીની જમીનમાં માલીક તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) નાઓ નોંધ નંબર-૫૫૪૦ થી નોંધ દાખલ કરવામાં આવેલ છે જેથી અમોએ ગામ નમુના નંબર ૬ (હક્ક પત્ર) ની માહીતી મેળવતા તેમા વારસાઇની નોંધ નંબર ૫૫૪૦ તા. ૨૨/૦૫/૨૦૨૨ થી નોંધ દાખલ કરવામાં આવેલ છે કે "વાંકાનેર તાલુકાના મોજે વાંકાનેર ગામના ખેડુત ખાતેદાર શ્રીમાન રજનીકાન્ત શાન્તીલાલના ખાતા નંબ૨ ૧૩૨૫૩૨ થી માર્જનમા જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે જે પૈકીની રજનીકાન્ત શાન્તીલાલ ખાતા નંબર ૧૩૨ નું અવશાન તા.૩/૫/૨૦૦૫ ના રોજ થતાં સીધી લીટીના વારસદારો તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા અને કુસુમબેન રજનીકાન્ત મહેતાના નામ આધારે અન્યના નામ તેની જમીનમાં ચડાવવામાં આવ્યા છે જો કે, મોનાબેન રજનીકાન્ત મહેતા અને કુસુમબેન રજનીકાન્ત મહેતાને તેઓ ઓળખતા નથી અને જમીનના માલિક વૃદ્ધ હયાત હોવા છતાં પણ તેના મરણનો દાખલો લઈને ખોટી વાસાઇની નોંધ કરાવીને રેવન્યુ રેકર્ડમાં ચેડા કરવામાં આવ્યા છે

અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત હોવા છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનના ખોટા રજુ કરવામા આવેલ છે અને વૃદ્ધના પત્નીનુ સાચું નામ કુસુમબેન છે છતાં અન્ય કોઇ કામીનીબેન રજનીકાન્તના મરણનો દાખલો રજૂ કરવામાં આવ્યો છે અને તલાટી રૂબરૂના જવાબમાં તા.૧૮/૫/૨૦૨૨ અમદાવાદના તલાટી બી.બી. રાઠોડે પેઢી આંબામા પણ ખોટી હકીકત જણાઇ આવેલ છે. તેમજ તલાટી મંત્રી રૂબરૂના પંચરોજ કામમા પણ ખોટી વિગત આપીને પંચરોજ કામ કરવામા આવ્યું છે જેમાં નોટરી તરંગ આર. દવે રૂબરૂનુ રૂપીયા ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે અને નોટરી રૂબરૂનુ વારસાઇ અંગેનુ સોગંદનામુ કરવામા આવેલ છે. જેમાં પણ ફરિયાદી અને વારસદારોની હકીકત ખોટી આપવામાં આવી છે આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીનું કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની સમયસર વૃદ્ધને જાણ થઈ ગયેલ હોવાથી તેને હાલમાં સુચીતભાઇ રમેશભાઇ જોષી, મોનાબેન રજનીકાન્ત મહેતા,  કુસુમબેન રજનીકાન્ત મહેતા, રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા અને જયંતિભાઈ ધીરૂભાઇ સાકરીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવી છે જેમાં જણાવ્યુ છે કે, મરણના ખોટા દાખલાઓ બનાવી તેઓની વડીલો પાર્જીત ખેતીની જમીન પોતાના નામે કરીને ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન ફરિયાદીની જાણ બહાર સુચીતભાઇ રમેશભાઇ જોષીને વેચી છે જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News