મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી : મોરબી સિનિયર સીટીઝન મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાઇ


SHARE





રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી : મોરબી સિનિયર સીટીઝન મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાઇ
 
ગુજરાત સરકારશ્રી દ્વારા G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી દ્વારા ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સિનિયર સીટીઝન બહેનો માટે જિલ્લા કક્ષાની એથ્લેટીકસ, રસ્સાખેંચ, યોગાસન અને ચેસ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીની જિલ્લાની સિનિયર સીટીઝન બહેનો હવે રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

રમવા માટે કોઇ ઉંમરની મર્યાદા નડતી નથી એવું મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન બહેનોએ પ્રસ્થાપિત કર્યું છે.ગત તા.૧૭-૩ ના રોજ શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, હરબટીયાળી, ટંકારા ખાતે એથ્લેટિક્સ અને રસ્સાખેંચ સ્પર્ધા તેમજ તા.૧૮-૦૩ ના રોજ નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, મોરબી ખાતે યોગાસન અને ચેસ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં સિનિયર સીટીઝન બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સિનિયર સીટીઝન મહિલાઓ આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરિયા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી રવિકુમાર ચૌહાણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી



Latest News