મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર-પ્રસાદનું વિતરણ કરાયું


SHARE





મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર-પ્રસાદનું વિતરણ કરાયું


મોરબી ખાતે કલેક્ટરના હસ્તે વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીરે ચડાવવામાં આવતા વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરવાનો હાલ એક નવો અભિગમ કેળવવામાં આવ્યો છે.ત્યારે માસિક શિવરાત્રિ નિમિતે મોરબીના વૃદ્ધાશ્રમ ખાતે આ વસ્ત્ર-પ્રસાદના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ એવા વડીલોને ધોતી અને સાડી સહિત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.વૃદ્ધાશ્રમના વડીલોએ કલેક્ટર તથા અન્ય મહાનુભાવોને સંસ્થામાં પ્રેમથી આવકાર્યા હતા.વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાઓ જોઈ કલેકટર પંડયા પ્રભાવિત થયા હતા.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટ સુષ્માબેન પટ્ટણી તથા વૃદ્ધાશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.



Latest News