મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક સિરામિક કારખાનામાં માથા ઉપર પતરું પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબીના ટીંબડી નજીક સિરામિક કારખાનામાં માથા ઉપર પતરું પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં યુવાન પતરું લઈને જતો હતો ત્યારે બીજું પતરું તેના માથા ઉપર પડતાં તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં રહેતા અજયભાઈ અશોકભાઈ દંતેસરિયા (૩૦) મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ઓસિસ વિટ્રીફાઈડ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા અને પતરું લઈને જતા હતા ત્યારે બીજું પતરું તેના માથા ઉપર પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News