મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

સાવધાન: ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ શખ્સે કર્યું સગીરાનું અપહરણ


SHARE





સાવધાન: ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ શખ્સે કર્યું સગીરાનું અપહરણ

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્ટાગ્રામમાં સૂરજ ચૌધરીના નામથી આઈડી ધરાવતા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

સોશિયલ મીડિયાના વધતા ક્રેઝની વચ્ચે ઘણી વખત કલ્પના પણ ન કરી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે અગાઉ અનેક વખત મોરબી જીલ્લામાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે બોલાચાલી, માથાકૂટો, મારામારી, અપહરણ, દુષ્કર્મ અને ફરિયાદ સુધીની ઘટનાઓ બની ચૂકી છે દરમ્યાન હાલમાં ટંકારા પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ ઇન્સ્ટાગ્રામ આઈડી સુરજ ચૌધરી વાળા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે




Latest News