મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીકથી ૧૧૦૦ કિલો શંકાસ્પદ કોપરના વાયર-કાર સહિત સાત લાખના માલ સાથે એક ઝડપાયો, બેની શોધખોળ


SHARE





વાંકાનેરના તીથવા નજીકથી ૧૧૦૦ કિલો શંકાસ્પદ કોપરના વાયર-કાર સહિત સાત લાખના માલ સાથે એક ઝડપાયો, બેની શોધખોળ

વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી પસાર થતાં વાહનને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી વાયર તથા કાર મળીને કુલ ૭,૦૦,૦૦૦ ના મુદામાલ સાથે એક શખ્સને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે  રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, ભગીરથસિંહ ઝાલા અને ભરતસિંહ ડાભી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તીથવા ગામ પાસેથી મારૂતી સુઝુકીની કેરી ગાડી નં જીજે ૩૬ વી ૦૮૮૨ માં પ્લાસ્ટીકના ૧૯ બાચકાઓમાં કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા તેને રોકીને પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હતો જેથી આ માલ ચોરી કે છળકપટથી મેળવેલા હોવાનું જણાતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ મુદામાલને કબજે કર્યો હતો અને આરોપી અકબરભાઇ અલીભાઇ ભોરણીયા મોમીન (૪૯) રહે. તીથવા તાલુકા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૧૦૦ કિલો ગ્રામ વાયર જેની કિંમત ૫,૫૦,૦૦૦ ને દોઢ લાખનું વાહન આમ કુલ મળીને ૭ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને પકડાયેલ શખ્સ તેમજ મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસને આપવામાં આવેલ છે અને તેની પાસેથી હસુભાઇ રહે. ધ્રાંગધ્રા અને ચંદ્રેશભાઇ કંસારા રહે, રાજકોટ વળાના નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News