મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી એસીબીના અધિકારીએ રિમાન્ડ પૂરા થતાં લાંચિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જેલ હવાલે કર્યો


SHARE





મોરબી એસીબીના અધિકારીએ રિમાન્ડ પૂરા થતાં લાંચિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જેલ હવાલે કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ૧૭૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી તેને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના રિમાન્ડ મંજૂર થયા હતા અને આરોપીના રિમાન્ડ પૂરા થાત તેને ધ્રાંગધ્રાની જેલ હવાલે કરવામાં આવેલ છે

છેલ્લા થોડા સમયથી અભયારણ્ય વિભાગના અધિકારીઓ રણમાં અચાનક દરોડા પાડી જેસીબી અને હિટાચી સહિતનો મુદામાલ ઝબ્બે કરી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલ ખનીજ ચોરીના મુદ્દામાલ માટે ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી.બી. ગોસ્વામીએ ૭૦૦૦૦ ની લાંચ માંગી હતી. અને તે પૈકીનાં ૧૭૦૦૦ ની લાંચ લેતા અભ્યારણ્ય કચેરી ખાતેથી તે અધિકારી રંગેહાથ ઝડપાઇ ગયો હતો જેથી તેને પકડીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તે રિમાન્ડ પૂરા થતાં આરોપીને ધ્રાંગધ્રાની જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું મોરબી જિલ્લા એસીબીના પીઆઇ જે.એમ. આલ પાસેથી જાણવા મળેલ છે




Latest News