મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા-૧૦ લાખનો દંડ


SHARE





મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા-૧૦ લાખનો દંડ

મોરબીની કોર્ટમાં પાંચ લાખના ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને ડબલ રકમ એટ્લે કે ૧૦ લાખનો દંડ અને એક વર્ષની  સજા કરવામાં આવી છે

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં ફરિયાદીએ તેના મિત્રને ધંધામાં નાણાની જરૂરિયાત હોવાથી પાંચ લાખની રકમ આપું હતી જે રકમ દોઢ માહિનામાં પછી આપવાની હતી જો કે, આરોપીએ તા. ૨૨/૫/૨૦૨૨ ના રોજ પ્રોમીશરી નોટ લખી આપેલ અને એચડીએફસી બેંકનો પાંચ લાખનો ચેક એકાઉન્ટ પેનો લખી આપ્યો હોત જે ફરિયાદીએ દોઢ માસ બાદ ચેક જમા કરાવવાનું કહ્યું હતું અને આરોપીએ ફરિયાદીને લખી આપેલ ચેક બેંકમાં જમા કરાવતા ચેક રીટર્ન થયો હતો જેથી ફરિયાદી વિમલભાઈ ઝાલરીયાએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેંટ એક્ટની કલમ ૧૩૮ મુજબ મોરબીના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા જજ ડી.કે.ચંહનાણીએ આરોપીને દંડ સહીત ૧૦ લાખ રૂપિયા અને એક વર્ષની સજા ફટકારી છે અને રકમ ચુકવવામાં આરોપી કસુરવાન થાય તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કર્યો છે જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના વકીલ જે.બી. પાંચોટિયા, ગીરીશ અંબાણી, કિંજલ રૂપાલા, ધવલ શેરશીયા, ડી.એમ. ચનીયાર, નિશા કંકાશણીયા, ધારા કુંડારિયા રોકાયેલ હતા




Latest News