મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં દીકરી સાથે પ્રેમ કરતાં શખ્સે લગ્નની વાત કરતાં થયેલ મારામારીમાં વૃદ્ધની હત્યા: સામસામી ફરિયાદ  મોરબીમાં પત્રકાર અને પોલીસ વચ્ચે યોજાયેલ ફ્રેંડલી ક્રિકેટ મેચમાં રનની સાથે અખૂટ આનંદના પણ ઢગલા
Breaking news
Morbi Today

હળવદમાં ધૂમ સ્ટાઇલમાં નીકળેલા ત્રણ શ્ખ્સોએ પોલીસકર્મીને ગાળો આપીને માર મારતા ગુનો નોંધાયો


SHARE















હરેશભાઇ પરમાર દ્વારાહળવદના સરા રોડ પોલીસ કર્મી મોટરસાયકલ લઇને પસાર થતા હતા તે દરમિયાન હળવદના ત્રણ શખ્સો ધૂમ સ્ટાઇલમાં બાઇક ઉપર નીકળ્યા હતા ત્યારે તેને ફરજના ભાગરૂપે રોકતા તેની સાથે ત્રણયે શખ્સોએ બોલાચાલી કરી હતી અને પોલીસકર્મીને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને પોલીસ કર્મીએ આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ સુખદેવભાઈ મગનભાઇ પરમાર (૩૫) મોટરસાયકલ લઈને હળવદ હાઈવે ‌પરની સોસાયટીથી પરત આવતા હતા તે દરમિયાન હળવદના નગરપાલિકાના આંબેડકર કોમ્પ્લેક્સની સામે ત્રણ શખ્સો ધૂમ સ્ટાઇલમાં મોટરસાયકલ લઈને નીકળતા તેને ફરજના ભાગરૂપે રોક્યા હતા ત્યારે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ગાળો આપીને સુખદેવભાઇને ઢીકા પાટુંનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા પોલીસકર્મીએ હાલમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં હળવદની શક્તિ ટોકીઝ પાછળ રહેતા મહેશભાઈ રઘુભાઈ હળવદિયા (૨૪)વિકાસભાઈ રઘુભાઈ હળવદિયા (૨૦) અને આજી કિશનભાઈ (૨૨) રહે, દિલ્હી વાળા ની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી છે






Latest News