મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં દીકરી સાથે પ્રેમ કરતાં શખ્સે લગ્નની વાત કરતાં થયેલ મારામારીમાં વૃદ્ધની હત્યા: સામસામી ફરિયાદ  મોરબીમાં પત્રકાર અને પોલીસ વચ્ચે યોજાયેલ ફ્રેંડલી ક્રિકેટ મેચમાં રનની સાથે અખૂટ આનંદના પણ ઢગલા
Breaking news
Morbi Today

ચરાડવા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા ૧૦ જુગારી ૧૧૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE















બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ઘરમાં રેડ કરીને ૧૧૧૦૦ ના મુદામાલ સાથે ૧૦ જુગારીયોની ધરપકડ કરીને આગળની કાર્યાવહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે દિલીપદાસ ઉર્ફે દિનુમહારાજ વજારામ વૈષ્ણવ જાતે રામાનંદીના રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને હળવદ પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી દિલીપદાસ ઉર્ફે દિનુમહારાજ વજારામ વૈષ્ણવ, ગોપાલભાઇ પુંજાભાઇ પરમાર, મહેશભાઇ બાલજીભાઇ સોલંકી, જયંતિભાઇ લવજીભાઇ મકવાણા, ધીરુભાઇ ખીમજીભાઇ પરમાર, હરીસભાઇ જીવાભાઇ સોલંકી, રતિલાલ ભગુભાઇ પરમાર, સુલ્તાન ઉર્ફે મુન્ના ગફુરભાઇ મુલતાની, યુવરાજસીંહ ભીખુભા ઝાલા અને દાનુભાઇ હરજીભાઇ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૧૦૦ ના મુદામાલ સાથે તમામ આરોપીની ધરપકડ કરી હતી આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના દેવુભા ઝાલા, બીપીનભાઇ પરમાર, વિક્રમભાઇ સીહોરા, મુમાભાઇ રબારી, હરપાલસીંહ ઝાલા સહિત દ્વારા કરવામાં આવી હતી






Latest News