મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક કારખાનામાં પાછળ જોયા વગર ફલોરી મશીન રીવર્સમાં લેતા રીક્ષાને હડફેટે લીધી : મહિલા સહિત પાંચને ઇજા


SHARE













માળીયા (મી) નજીક કારખાનામાં પાછળ જોયા વગર ફલોરી મશીન રીવર્સમાં લેતા રીક્ષાને હડફેટે લીધી: મહિલા સહિત પાંચને ઇજા

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ કારખાનામાં બાંધકામ મટીરીયલને મિક્સ કરવા માટેના ફ્લોરી મશીનને પાછળ જોયા વગર રિવર્સમાં લેતા રીક્ષા ને હડફેટ લીધી હતી ત્યારે રિક્ષામાં બેઠેલ મહિલા, બાળક સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવારમાં લઇને આવ્યા હતા અને ત્યાં બાળકનું મોતન઼ નિપજ્યુ હતુ જોકે, બાળકનું મૃત્યુ લીવર ફૂલી જવાના કારણે બીમારીથી થયું હોવાનું ડોક્ટર જણાવ્યું હતું જેથી કરીને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે યુવાને ફ્લોરી મશીનના ચાલક સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા સામે સલીમભાઈના ડેલે રહેતા સુનિલભાઈ હિતુભાઈ ડામોર જાતે આદિવાસી (૨૩) એ હાલમાં મિલરીયુ એઝ એક્સ ફ્લોરી મશીન નંબર જીજે ૩૬ એસ ૨૦૪૬ ના ચાલક સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમા તેને જણાવ્યુ છે કે માળિયા હળવદ હાઇવે ઉપર આવેલ યુનિકો ગુડ્ઝ નામના કારખાનાના ગ્રાઉન્ડમાં ફ્લોરિ મશીનના ચાલકે પાછળ જોયા વગર પોતાનું વાહન રીવર્સમાં લીધું હતું ત્યારે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૫૬૭ ને હડફેટે લીધી હતી ત્યારે રિક્ષામાં બેઠેલ રજુબેન ફરિયાદી સુનિલભાઈ, આનંદભાઇ, મનીષભાઈ તેમજ ફરિયાદી સુનિલભાઈના દીકર અંકિતને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે સારવારમાં લઇને આવ્યા હતા અને ત્યાં અંકિત સુનિલભાઈ ડામોર (૨.૫) નું મોત થયુ હતું જોકે ડોક્ટરે જણાવ્યા મુજબ બાળકનું લીવર ફૂલી જવાના કારણે બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને અકસ્માતમાં આ બનાવ સંદર્ભે સુનિલભાઈ ડામોર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ફ્લોરિ મશીનના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે માળિયા પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News