મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામ પાસે સર્જાઇ કરૂણાતીકા : મજુરી કામના પૈસા લેવા ઉભેલ મજુર પરિવારની રીક્ષા ઉપર મિલર મશીન ચડી જતા બાળકનું મોત ત્રણ અને ઈજા


SHARE









મોરબીના અણીયારી ગામ પાસે સર્જાઇ કરૂણાતીકા : મજુરી કામના પૈસા લેવા ઉભેલ મજુર પરિવારની રીક્ષા ઉપર મિલર મશીન ચડી જતા બાળકનું મોત ત્રણ અને ઈજા

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવતા અણીયારી ગામના ટોલનાકા પાસેના યુનિટની અંદર ગત સાંજે ગોજારો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મોરબીથી રિક્ષા બાંધીને મજૂરી કામ કરવા માટે ગયેલા પરપ્રાંતિય મજુર પરિવાર રિક્ષામાં બેઠો હતો અને મજૂરીના પૈસા લેવા માટે સભ્ય ગયેલ હતા તે દરમિયાનમાં તેઓની રીક્ષાને બાંધકામમાં વપરાતા મિક્સર મશીનના ચાલકે આગળ પાછળનું ધ્યાન રાખ્યા વિના મીલર મશીન રીવર્ષમાં લઈ રીક્ષા ઉપર ચડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં અઢી વર્ષના બાળકનું મોત નીપજેલ છે અને ત્રણને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો તેમજ માળિયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતો મજુર પરિવાર મોરબીના ગાંધીચોક વિસ્તારમાંથી ઓટોરીક્ષા બાંધીને મજૂરી કામ અર્થે માળીયા મીંયાણા નજીક આવેલ અણીયાળી ટોલનાકા પાસે આવેલ યુનીકા ગુડ ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં મજૂરી કામ માટે ગયો હતો અને ત્યાં ગઈકાલે સાંજે છએક વાગ્યે મજૂરી કામ પૂરું કર્યા બાદ નીકળવાના સમયે મજૂરી કામના પૈસા લેવા માટે પરિવારના સભ્ય ગયેલ હોય અને તે દરમિયાનમાં પરિવારના અન્ય ચાર સભ્યો રિક્ષામાં બેઠા હતા તે દરમિયાનમાં યુનિટના અંદર બાંધકામમાં વપરાતા મિલર મિક્સર મશીનના ચાલકે પાછળ જોયા વગર પોતાનું વાહન રિવર્સમાં લઈને ઓટોરીક્ષા ઉપર ચડાવી દેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં અંકિત સુનિલભાઇ ડામોર નામના અઢી વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે રજ્જુબેન સુનિલભાઈ ડામોર (ઉમર ૨૫), મનીષ દુબલીયા (ઉમર ૧૭) અને અનંત ભરતભાઈ (ઉંમર ૫) ને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હાલ રજ્જુબેન ડામોર, મનીષ દુબલીયા અને અનંત ભરતભાઈ ત્રણ સારવાર હેઠળ છે જ્યારે અઢી વર્ષના અંકિત સુનિલભાઇ ડામોર નામના બાળકનું મોત નિપજેલ હોવાની માહીતી મળી રહી છે.જે અંગે વધુમાં પોલીસમાંથી મળતી માહિતી મુજબ બાળકના મોત બાદ ડોક્ટરે પીએમ કરતા બાળકનું મોત લીવર ફુલાઈ જવાથી થયું હોવાનું સામે આવ્યું છે માટે બાળકનું મોત વાહન અકસ્માતમાં થયેલ છે કે લીવર ફુલાઈ જવાથી તે હાલ તપાસનો વિષય હોય આ અંગે માળિયા પોલીસ મથકના પીએસઆઇ સોનારા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બાદનપર ગામના કિરણ ધરમશીભાઈ કોસીયા નામના ૨૩ વર્ષના યુવાનને બાઈકમાં જતા સમયે ખાનપર ગામની ગોળાઈ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસેની ભવાની હોટલ નજીક રહેતા વિજય ફતેસિંહ પરમાર નામના ૨૨ વર્ષના યુવાનને પણ વાહન અકસ્માતમાં ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને જાંબુડીયા વચ્ચેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં વિજય પરમારનું બાઈક સ્વીટ થઈ જતા ઇજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડાયો હોય હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેથી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે રહેતા નાગજીભાઈ પોપટભાઈ પરમાર નામના ૮૯ વર્ષના વૃદ્ધ પોતાના પુત્રના બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ગામ નજીક અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતાં હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે મોરબી તાલુકાના ખેવારીયા ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા સંજયભાઈ પરસોતમભાઈ ગામી નામના ૪૪ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થઇ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News