મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા ભાઈ-બહેન સારવારમાં: ગુનો નોંધાયો


SHARE









મોરબીના રાજપર રોડે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા ભાઈ-બહેન સારવારમાં: ગુનો નોંધાયો

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ફેશન સિરામિક સામેથી ભાઈ અને બહેન ચાલીને રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીના ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા જેથી તે બંને બાળકોને ઇજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ બાળકોના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇકોનબા ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં જાદવજીભાઈ ફૂલતરિયાની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણભાઈ જુવાનસિંહ માવડા જાતે ઠાકોર (૨૮) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે ૩ એચકે ૩૧૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ફેશન સિરામિક સામે રોડ ઉપરથી તેનો દીકરો અશ્વિન તથા દિકરી રેતાબેન બંને પગપાળા ચાલીને રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીના ચાલકે બેફિકરાઈથી તેની ગાડી ચલાવીને તેના બંને બાળકોને લીધા હતા જેમાં અશ્વિનને મોઢામાં જડબાના ભાગે વધુ ગંભીર ઇજા થઇ છે અને રેતાબેનને પણ ઇજા થયેલ હોવાથી તે બંને બાળકોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો છે જેથી હાલમાં ભોગ બનેલ બંને બાળકોના પિતા કરણભાઈ માવડા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News