હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબી નજીક બાઇક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતો યુવાન તેના દીકરાના બાઈકની પાછળના ભાગે બેસીને રામધન આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકની આડે કૂતરું આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ઇન્દિરાનગર શેરી નંબર-૧ માં રહેતા દેવજીભાઈ કેસાભાઇ મકવાણા (૪૫) નામના યુવાનને અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દેવજીભાઈ મકવાણા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને રામધન આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇક આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે રસ્તા ઉપર નીચે પટકાતા દેવજીભાઈ મકવાણાને ઈજા થઈ હતી જેથી હાલમાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મુળી તાલુકાના સરા ગામે રહેતા પ્રહલાદભાઈ દેવજીભાઈ સતવારા (૫૦) પોતાનું બાઈક લઈને સરાથી કોર્ટ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના આ બનાવમાં પ્રહલાદભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના શારદાનગર ગામે રહેતો કંઝારીયા આદિત્ય મહેશભાઈ (૭) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને શરીરે ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

ટંકારા છાપરી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાબુભાઈ નામના ૪૦  વર્ષીય યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ આ યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવા કવાયત હાથ ધરી હતી






Latest News