હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સનાળા રોડે રજની પ્લાઝા નજીક યુવાનને ચારથી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકયા


SHARE













મોરબીમાં સનાળા રોડે રજની પ્લાઝા નજીક યુવાનને ચારથી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકયા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે રજની પ્લાઝા નજીક યુવાનને ચારથી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકયા હતા જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વિપુલ પ્રવીણભાઈ રામાનુજ (૩૩) નામના યુવાનને તે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામે રજની પ્લાઝા પાસે હતો ત્યારે અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ ત્યાં આવીને છરીના ચારથી પાંચ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કારને ઓવરટેક કરવા બાબતે બોલાચલી થયા બાદ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ યુવાનને છરીના ઘા મારવામાં આવ્યા છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામ ખાતે રહેતા રજતકુમાર મોહનલાલ મુધપરા (૩૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા હેમીબેન રૂગનાથભાઈ અમૃતિયા (૭૦) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જેતપર ગામે આવેલ સરકારી દવાખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ બાઈકમાંથી કોઈ કારણોસર નીચે પડ્યા હતા જેથી કરીને ઈજા પામેલા હેમીબેન અમૃતિયાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News