મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ચાર યુવાનોને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો


SHARE















મોરબીમાં કુબેરટોકીઝ પાછળ ધાર ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાન અને તેના મિત્રોની સાથે માથાકૂટ કરીને યુવાન અને તેની સાથે બે મહિલાઓએ માર માર્યો હતો અને ઈંટ તેમજ ટાઇલ્સ મારીને લોહિયાળ ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેરટોકીઝ પાછળ ધાર ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ. ૨૧) યુવાને હાલમાં તેજસ ઉર્ફે તેજલો મકવાણા, પુજાબેન (તેજસભાઇની બહેન) અને કોકીલાબેન (તેજસભાઇના માસી) સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેજશએ ફરિયાદી અને સંજયભાઇની સાથે બોલાચાલી તેમજ ઝધડો કરીને ભુંડી ગાળો આપી હતી અને ઢીંકાપાટુનો માર માર્યો હતો બાદમાં તેની બહેન અને માસીએ આવીને ફરિયાદી અને સંજયભાઇ તથા દુદાભાઇ ઉપર છુટ્ટા પથ્થરના ઘા મારી તેમજ ફરિયાદીને માથામાં ટાઇલ્સ મારીને લોહીયાળ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ શૈલેષભાઇ આરોપીના ઘરે સમજાવવા જતા તેની સાથે ત્રણે આરોપીઓએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી પોલીસે ઇપીકો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ તેજસ જીવરાજ મકવાણાપત્ની રીયાબેન તેજસભાઇ મકવાણા તથા માસી કોકીલાબેન નવઘણભાઈ મકવાણા ઉપર વિપુલ ઉર્ફે ટકો ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભુરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેષ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી અને મારા મારીના આ બનાવમાં હવે વળતી ફરિયાદ નોધાઈ છે ત્યારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યાવહી કરી  છે






Latest News