મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા રફીક માંડવીયા સહિત પાંચેય આરોપી જેલ હવાલે
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જેલ હવાલે
SHARE
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જેલ હવાલે
મોરબીમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ હતી જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ મોટલાણીની ગત બુધવારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી બેવડી હત્યાનો બનાવ બનેલ હતો બાદમાં ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્ની રજિયાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓ પાસેથી હથિયાર સહિતનો મુદામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળેલ છે