મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની
મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીના લખધીરપુર રોડે લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીની જમીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આ ગુનામાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો છે
મોરબી -વાકેનેર હાઈવે પર સુધારા શેરીમાં રહેતા તથા સવીસ કરતા વિજય જોષી ઉ.૩૪ વાળા રાત્રે ૧૧-૩૦ આસપાસ મોરબી તરફ આવતા હતા. ત્યારે રસ્તામા આડ બાઈક નાખીને ચારેક ૧૮ થી ૨૦ વરસની ઉમરના યુવકોએ આડા ફરી ફરીયાદીનો મોબાઈલ લુટી લઈને ધોકા વડે માર મારી હાંસળી ભાગી નાખેલ હતી આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯ર તથા ૩૯૭ ના ગુનામાં આરોપી મોહસીન હમીદ કટીયાની ધરપકડ કરી હતી અને આરોપી તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા અને સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાભળીને એડી. ડીસ્ટ્રીકટ જજ સી.જી. મહેતાએ આરોપી મોહસીન હમીદ કટીયાને ૨૫૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામે મોહસીન તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા