મોરબીમાં બાગાયતી ખેડુતો પાવર ટીલર ખરીદવા ૪૫૦૦૦ સુધીની સહાય માટે કરી શકશે અરજી
મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન
SHARE
મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન
મોરબીના જુના સાદુળકા ગામે રહેતા પરિવારમાં પતિના અવસાન બાદ તેની સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામના ઝાપા સુધી આ યાત્રા પહોચી હશે ત્યાં તેઓના પત્નીએ પણ પત્નીએ પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી આમ સપ્તપદીના વચનને છેવટ સુધી પાળ્યા હતા
મોરબીના જુના સાદુળકા ગામના રહેવાસી દિલીપસિંહ પથુભા ઝાલાના પિતાનું પથુભા ચકુભા ઝાલાનું અવસાન થયું હતું જેથી કરીને તેઓની સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી અને પથુભાને અગ્નિદાહ આપાય તે પહેલા સ્મશાન યાત્રા હજુ તો ગામના ઝાંપા સુધી પહોંચી હતી ત્યાં તેઓના પત્ની વિલાસબા ઝાલાએ પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી. અને એક દિવસે એક જ ઘરમાં બે વ્યક્તિના અવસાન થવાથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું