રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક વાહન નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના રંગપર નજીક વાહન નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર નજીક સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને હડફેટે લઈને કચડી નાખ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડ નો રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામ પાસે લેવીટો સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સુરેન્દ્રભાઈ મંગલસિંગ લધુરી (૨૨) નામનો યુવાન રંગપર બેલા ગામથી આગળના ભાગમાં ફીનોલેટ કારખાના પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે કોઈ વાહને તેને હડફેટે લીધો હતો જેથી કરીને તે વાહન નીચે કચડાઈ ગયો હતો અને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આ યુવાનના મૃતદેહને હેમરાજ બિન્દ્રા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જનકસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને મૃતક ના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોન્ટી પ્રદીપભાઈ (૨૨) રહે. સરતાનપર વાળાને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ઓતીબેન વશરામભાઈ સોરીયા (૭૪) નામના વૃદ્ધા ઘૂટું ગામ પાસે આવેલ બહુચર માતાજીના મંદિર પાસેથી બાઈકમાં પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ડાબા થાપામાં ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે

છરીથી હાથ ઉપર ચેકા માર્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે મચ્છુનગરમાં રહેતા ગીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ (૪૨) નામની મહિલાએ પોતે પોતાના બંને હાથ ઉપર છરીથી ચેક કરી લેતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને તેના પતિ જીગ્નેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાને માનસિક બીમારી હોય તેને પોતાની જાતે પોતાના બંને હાથે છરીથી ચેકા મારી લીધા હતા જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News