લોકમત ગમે તે રીતે લઈ શકાય છે, સાધુનો મત લેવો જોઈએ કેમ કે, સાધુને ખરીદી ન શકાય: મોરારી બાપુ
મોરબીમાં માસૂમ બાળકીને મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવીને ઢગાએ કર્યા શારીરિક અડપલાં: આરોપીની અટકાયત
SHARE
મોરબીમાં માસૂમ બાળકીને મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવીને ઢગાએ કર્યા શારીરિક અડપલાં: આરોપીની અટકાયત
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન અને ચિંતાજનક ઘટનાઓ સામે આવતી હોય છે આવો જ એક બનાવ મોરબી શહેરમાં બન્યો છે જેમાં માત્ર ચાર વર્ષની બાળકીને મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા અને આ બાબતને લઈને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ચાર વર્ષની બાળકી સાથે અડપલા કરનારા ઢગાની સામે ગુનો નોંધીને પોલીસે માસુમ બાળકી સાથે અડપલા કરનારા શખ્સની અટકાયત કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે “પહેલો સગો પાડોશી” પરંતુ ઘણી વખત પાડોશીઓ વચ્ચે નાની-નાની બાબતોમાં માથાકૂટ, બોલાચાલી, ઝઘડા થાય તેવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે તેની સાથોસાથ ઘણી વખત સમાજ માટે ચિંતાજનક અને લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ પણ પાડોશીઓ વચ્ચે બનતી હોય તેવું સામે આવતું હોય છે.આવી જ એક ઘટના મોરબી શહેરમાં બનેલ છે જેમાં ચાર વર્ષની માસુમ બાળકીને પાડોશમાં રહેતા ઢગાએ પોર્ન ફિલ્મ બતાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જે બાબતની જાણ માસુમ બાળકીના પરિવારજનોને થતા આ મામલો હિન્દુ સંગઠનના આગેવાનો સુધી પહોંચ્યો હતો અને હિન્દુ સમાજની માસુમ બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હોવાથી હિન્દુ સમાજના જુદા જુદા સંગઠનોના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં મોરબી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ ઘટનામાં નમુનારૂપ કાર્યવાહી કરવામાં આવે તે માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ માસુમ બાળકીને મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો બતાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કરનારા ઢગાની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને તેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે, સતત સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા વર્તમાન સમયના લોકો માટે આવી ઘટના ૧૦૦ ટકા ચિંતાનો વિષય છે કારણ કે, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ વ્યક્તિ સુધી સરળતાથી પોર્ન વીડિયો, ફોટો વિગેરે સાહિત્ય પહોંચી રહ્યું છે અને સતત તેને જોતાં રહેવાથી મનમાં વિકૃતિ જ ભરાતી હોય છે અને આ વિકૃતિના કારણે જ માત્ર ચાર વર્ષની માસૂમ બાળકીને પોર્ન વીડિયો બતાવીને આવા ઢગા તેની સાથે શારીરિક અડપલા કરતાં હોય છે ત્યારે સભ્ય સમાજ માટે આ ઘટના લાલબત્તી સમાન છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી