મોરબીમાં ધરાહાર રિલેશનશિપ રાખવા પરિણીતાને ફોન ઉપર ધમકી આપનારા આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ધરાહાર રિલેશનશિપ રાખવા પરિણીતાને ફોન ઉપર ધમકી આપનારા આરોપીની ધરપકડ
મોરબી શહેરમાં રહેતી પરણીતા સાથે રિલેશનશિપમાં રહેલ શખ્સની સાથે તે રિલેશનશિપ રાખવા માંગતી ન હતી જેથી રિલેશનશિપમાં રહેલ શખ્સ દ્વારા તે મહિલાને ફોન કરીને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધાક ધમકી આપવામાં આવી હતી અને પરણીતાના સંબંધીઓને ફોન કરીને તેના વિશે ખરાબ વાતો કરતો હતો જેથી ભોગ બનેલ પરિણીતાએ ધરાહાર રિલેશનશિપ રાખવા માટે દબાણ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરીણીતા સાથે રિલેશનશિપમાં રહેલ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ આદ્રોજા સાથે તે પરિણીતા રિલેશનશિપ રાખવા માંગતા ન હતી તેમ છતાં પણ આરોપી દ્વારા તેને રિલેશનશિપ રાખવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું અને તેને ફોન કરીને ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપીને ધાક ધમકી આપવામાં આવતી હતી આટલું જ નહીં પરંતુ ફરિયાદી મહિલાના સંબંધીઓને ફોન કરીને તેના વિશે ખરાબ વાતો પણ કરતો હતો જેથી કરીને ભોગ બનેલ પરિણીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેન્દ્રનગર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ આદ્રોજા સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ વી.એલ. વાઘેલા અને રાઇટર દશરથસિંહ જેઠવાએ આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધામો વશરામભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૩) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતો શ્યામ મનસુખભાઈ ધોરિયાણી (૨૨) નામનો યુવાન મોરબીથી કામ ધંધે રંગપર કેરાળાની કેનાલ પાસેથી પસાર થયો હતો ત્યારે કેનાલ પાસે મૂકવામાં આવેલ મશીન સાથે અથડાતા પગમાં ઈજા થઈ હતી જેથી કરીને હિતેનભાઈ મેરજ તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જનકસિંહ પરમાર ચલાવી રહ્યા છે









