મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે અકસ્માત : અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા બે યુવાન સારવારમાં


SHARE











મોરબીના જાંબુડીયા ગામ પાસે અકસ્માત : અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા બે યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે પાવર હાઉસની સામેના ભાગે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા અવિના સુબેસિંગ સવરણિત (૨૫) અને રાજેશ ધીરેનસેન સવરણિત (૨૩) રહે.બંને ઇવોસ સિરામિક નજીક સરતાનપર રોડ વાંકાનેર હાઇવે જી.મોરબી વાળાઓને ઇજાઓ પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે અવિનાશ અને રાજેશ બંને ડબલ સવાલીમાં બાઈકમાં જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે બંનેને જાંબુડીયા પાવર હાઉસ સામેના ભાગે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં હડફેટે લીધા હતા જે બનાવમાં બંનેને ઈજા થતા સારવારમાં દવાખાને લાવવામાં આવ્યા હતા અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે.

જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ લાલપર ગામ પાસે બન્યો હતો જેમાં લાલપર હનુમાન મંદિર પાસે રહેતા રેનિશ બિંદુભાઈ ડાંકી નામના ૧૭ વર્ષના યુવાનને પણ વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે સાયકલ સાથે અથડામણ થતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા ભરત વજાભાઈ પરમાર (ઉમર ૩૫) અને વિજય ભીખાભાઈ વાઘેલા (ઉમર ૩૬) બંને રહે.ધ્રુવનગરને ગામમાં કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પામતા બંનેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય આ બનાવની આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હોવાનું મોરબી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા જાનુબેન રાજેશભાઈ લીખીયા નામની ૧૬ વર્ષીય યુવતીને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી પાસે આવેલા શાંતિ ભુવન પાસે બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થતાં તેણીને સારવારમાં ખસેડાઇ હતી.જ્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની રેખાબેન વિક્રમભાઈ રાવત નામની ૩૦ વર્ષીય મહિલાને વાડીમાં કામ દરમિયાન સાપ કરડી જતા તેણીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસમાં જાણ થતા પ્રાથમિક તપાસ કર્યા બાદ આ બાબતે હળવદ પોલીસમાં જાણ કરાઈ હતી.






Latest News