મોરબીમાં ઘર પાસે પડેલી રિક્ષામાં તોડફોડ કરી મહિલાને ધમકી..!
SHARE
મોરબીમાં ઘર પાસે પડેલી રિક્ષામાં તોડફોડ કરી મહિલાને ધમકી..!
મોરબીની મોચી શેરી વિસ્તારમાં મહિલા સાથે બોલાચાલી કરીને તેઓના ઘર પાસે પડેલી રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી.જે બાબતે બાદમાં ભોગ બનેલ જલ્પાબેન રાજેશભાઈ કૈલા પટેલ (૪૫) રહે.મોચીશેરી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે વાઘપરામાં રહેતા દિપક રાજુ બુદ્ધદેવ અને કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સિકલો નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, 'કિશન ક્યાં છે..?' તેમ કહીને ઝઘડો કર્યા બાદ તેઓના ઘર પાસે પડેલ રિક્ષા નંબર જીજે ૩ એએક્સ ૩૭૪૩ માં ધોકા ફટકારીને આગળનો કાચ ફોડી નાંખવામાં આવ્યો હતો અને નુકસાની કરવામાં આવી હતી જે બાબતે હાલ એ ડિવિઝન પોલીસમાં નોંધ થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના મહાજન ચોક વિસ્તારમાં આવેલ પૂજારા ટેલિકોમ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઉત્તમ રમેશભાઈ સિંધવ (ઉંમર ૨૩) રહે.કાલિકા પ્લોટ ને ઇજાઓ પહોંચી હતી જેથી તેને જે તે સમયે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની ત્યાંથી એ ડિવિઝન પોલીસમાં જાણ થતા બીટ વિસ્તારના જમાદાર એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં મારામારીમાં ભોગ બનેલ ઉત્તમ સિંધવે સામેવાળા દિનેશ જેરામ મિયાત્રા, રવિ દિનેશ મિયાત્રા અને પ્રકાશ જેરામ મિયાત્રા રહે. ત્રણેય રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે નવલખી રોડ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે નોંધ કરી આગળની તપાસ કરી હતી.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વાલજીભાઈ મકવાણા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘરની પાસે થયેલ બોલાચારી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો ત્યાંથી હોસ્પિટલ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હોય બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હોવાનું સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોએ જણાવેલ છે.
રફાળેશ્વર મારામારી
મોરબીના રફાળેશ્વર ગામે આવેલા ખોડીયાર માતાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં વાંકાનેરના ગારીયા ગામે આવેલા આઈએચએલ લોજિસ્ટિક ખાતે રહેતા શિવદાસ જેવીનભાઈ મિસ્ત્રી નામના ૪૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ તાલુકા પોલીસસુત્રોએ જણાવેલ છે









