ભાજપમાં ભંગાણ: ટંકારા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ભાજપના મેન્ડેડનો ઉલાળ્યો
ટંકારા પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે રક્તદાન કેમ્પ યોજયો
SHARE
ટંકારા પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે રક્તદાન કેમ્પ યોજયો
પોલીસ તરીકે હોસ્પિટલમાં દાખલના નિવેદનો અને તપાસ માટે જવાનું અવારનવાર થાય એજ વખતે ટંકારા થાણા અમલદાર એમ.જે. ધાંધલ કેસ બાબતે ડોક્ટર સાથે સંવાદ કરતા હતા ત્યારે દવાખાને લોહીની તાતી જરૂરિયાત અંગે સ્ટાફની મુજવણ સામે આવી અને આ વાત ફોજદારે રાજકોટથી ટંકારા આવવા સુધી સતત વાગોળી રાત્રે રોલકોલ વખતે પોલીસ સ્ટેશનમાં હાજર જવાનો સાથે વાત કરી આપણે રક્તદાન કેમ્પનુ આયોજન કરી તો આપનુ શુ કેવું છે નુ પુછ્યું ટંકારા સ્ટાફ પણ આ વાતને વધાવી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે ટંકારા પોલીસે મહા રક્તદાન કેમ્પનુ ઈમર્જન્સી એક દિવસમાં આયોજન કર્યું હતું જેમાં પોલીસ મથકે પોલીસ સ્ટાફ, જીઆરડી જવાનો હોમગાર્ડ, ઉધોગપતિ, રાજકીય સામાજિક અગ્રણી સાથે તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ૮૧ બોટલ લોહી એકત્ર કરી હતી રાજકોટની પીડીયુ સરકારી મેડિકલ સ્ટાફે આ તકે ટંકારા પંથકનો પોલીસ પરીવારનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો