માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાંથી એમપીમાંથી યુવતીનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાંથી એમપીમાંથી યુવતીનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મધ્યપ્રદેશના મંડલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરીને આરોપી મોરબી તરફ આવ્યો હોવાની ચોક્કસ હકીકત ત્યાંની પોલીસને મળી હતી જેને આધારે ત્યાંની પોલીસ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાંથી ભોગ બનેલ સગીરાને હસ્તગત કરી હતી અને આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની આસપાસમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે થઈને આવતા ઘણા લોકો પોતાના વતનમાં ગુના કરીને આવતા હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવામાં તાજેતરમાં મધ્યપ્રદેશના મંડલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને યુવતીને લઈને આરોપી રાહુલ વર્મા મોરબી તરફ આવ્યો હોવાની ચોક્કસ હકીકત ત્યાંની પોલીસને મળી હતી જેના આધારે પોલીસ ત્યાંથી મોરબી આવી હતી અને મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ એ.એન.જી. યુનિટમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ભોગ બનેલ યુવતી મળી આવતા તેને હસ્તગત કરી હતી અને આરોપી રાહુલ શેરૂભાઈ વર્મા રહે. સુલગાંવ એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેને એમપી પોલીસ સાથે લઈ ગઈ હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા અમૃતાબેન ભગવાનજીભાઈ કૈલા (૭૭) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ નજીક આવેલ બહુચરાજી માતાજીના મંદિર પાસેથી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અમૃતાબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

બાઈક સ્લીપ

મોરબીના વીસીપરા પાછળ અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગર સર્વોદય ટાઇલ્સ સામે રહેતા મનિષાબેન રમેશભાઈ ભોજવીયા (૪૯) નામના મહિલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવા પાર્ક સામે રસ્તા ઉપરથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News