મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી-ચરાડવામાંથી દારૂની ચાર બોટલો સાથે ત્રણ શખ્સની ધરપકડ


SHARE















મોરબી-ચરાડવામાંથી દારૂની ચાર બોટલો સાથે ત્રણ શખ્સની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થયેલા જુદાજુદા બે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે બંને શખ્સો પાસેથી દારૂની મોંઘીદાટ બોટલો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી આવી જ રીતે હળવદ તાલુકાના ચરડવા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થતા એક શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળ આવેલ સ્વતિક બિઝનેસ હબ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની મોંઘીદાટ એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે હરદેવભાઈ રસિકભાઈ પઢીયાર જાતે રાજપુત (૩૫) રહે. નીલકંઠ સોસાયટી સેન્ટ મેરી સ્કૂલ નજીક નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળના ભાગમાં આવેલ જીયાન પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ દારૂની એક મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે કરણભાઈ મનસુખભાઈ ડાભી જાતે દલવાડી (૨૫) રહે. નીલકંઠ રેસિડેન્સી સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થયેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૦૦ ની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ઉર્ફે હરી નવઘણભાઈ જાદવ જાતે દલવાડી (૩૨) રહે. નરશીપરા ધાંગધ્રા વાળાની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News